Monday, July 26, 2010

મારી એ કલ્પના હતી કે વિસરી મને

મારી એ કલ્પના હતી કે વિસરી મને


કિંતુએ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને



ભુલી વફાની રીત, ના ભુલી જરી મને

લ્યો, એના લગ્નની મળી કંકોતરી મને



સુંદર ના કેમ હોય કે સુન્દર પ્રસંગ છે

કંકોતરી મા રુપ છે, શોભા છે, રંગ છે



કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ

જાણે ગુલાબી એના વદનના જવાબ સમ



રંગીનીઓ છે એમા ઘણી ફુલછાબ સમ

જાણે કે પ્રેમકાવ્યની કોઇ કિતાબ સમ



જાણુ છુ એના અક્શરો વરશોના સાથથી

શિરનામુ મારુ કિધું છે ખુદ એના હાથથી



ભુલી વફાની રીત, ના ભુલી જરી મને

લ્યો, એના લગ્નની મળી કંકોતરી મને



કન્કોત્રિ થી એટલુ પુરવાર થાય છે...

નિષ્ફલ બને જો પ્રેમ તો વેહવાર થાય છે...



જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે...

ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે...



દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે

કન્કોત્રિ નથી આ અમસ્તો વિવેક છે



આસિમ હવે વાત ગઈ રંગ પણ ગયો

તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો



આંખો ની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો

મેળાપ ની એ રીત ગઈ ઢંગ પણ ગયો



હું દિલની લાગણી થી હજી પણ સતેજ છુ...

એ પારકી બની જશે હું એનો એજ છુ...



ભુલી વફાની રીત, ના ભુલી જરી મને

લ્યો, એના લગ્નની મળી કંકોતરી મને

No comments:

Post a Comment